દુબઈમા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને છ વિકેટે હરાવી મેચ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સાથે પ્રવેશ કર્યો છે. ભારતે પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવી હતી. પ્રથમ રમ્યા પછી બાંગ્લાદેશે 228 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 46.3 ઓવરમાં 231 રન બનાવીને મેચ જીતી હતી.
ભારત માટે, મોહમ્મદ શમીએ પ્રથમ પાંચ વિકેટ લીધી અને ત્યારબાદ શુબમેન ગિલે બેટિંગમાં એક સદી ફટકારી હતી. તો આ તરફ શુભનમ ગિલ 101 રન પર અણનમ રહ્યો હતો. આ સિવાય અન્ય બેટસેમનની વાત કરીએ તો રોહિત શર્માએ 36 બોલમાં 41 રન બનાવ્યા. વિરાટ કોહલી ફક્ત 22 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ ગિલ સાથે 41 રન માટે મેચ જીત્યા બાદ અણનમ પાછો ફર્યો.
શુભનેમ ગિલે સદી ફટકારી
શુભનેમ ગિલે આઈસીસી ટૂર્નામેન્ટની તેની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 125 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન, ગિલના બેટમાંથી 9 ચોગ્ગા અને બે સિક્સર સામે આવ્યા હતા.
ભારત પાકિસ્તાન વચ્ચે મેચ ક્યારે ?
ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.. જે મેચ પર સૌની નજર રહી છે. કારણ આ વખતે ભારેત પાકિસ્તાનમાં મેચ રમવાની ના પાડતા તમામ મેચ દુબઈમાં રમાઈ રહી છે. એટલે ભારતી 23 તારીખની રાહ જોઈને બેઠા છે.