26 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

IPL 2025ની પ્રથમ મેચ હાર્દિક પંડ્યા નહી રમે શકે..આ રહ્યું કારણ !


ભારતીય ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચ નહીં રમે શકે. હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની મેચ રમશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂપિયા ખર્ચીને હાર્દિકની ખરીદી કરી છે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. પરંતુ હાર્દિકના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું અને ટીમે ટૂર્નામેન્ટનો અંત છેલ્લી પોઝિસન પર રહી રમત રમી હતી.

IPLની પ્રથમ મેચ હાર્દિક નહી રમે:-

હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. હાર્દિક પર એક મેચ બાકી છે, જેના કારણે તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ધીમી ઓવર રેટના કારણે મુંબઈના કેપ્ટન પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગત સિઝનમાં, હાર્દિકની કપ્તાની હેઠળ, મુંબઈ નિર્ધારિત સમયમાં ત્રણ વખત તેની ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી.

હાર્દિક પર છે 12 લાખ રૂપિયાનો દંડ:-

IPLના નિયમો મુજબ જો કેપ્ટન પ્રથમ વખત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે, જ્યારે બીજી વખત તે જ દંડ બમણો કરવામાં આવે છે. કેપ્ટનની સાથે પ્લેઈંગ 11માં હાજર ખેલાડીઓ પર પણ અમુક ટકા દંડ લાદવામાં આવે છે.જો કેપ્ટન એક જ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. લખનૌ સામે રમાયેલી છેલ્લી લીગ મેચમાં મુંબઈ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી શક્યું ન હતું અને તેના કારણે હાર્દિકને એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે.

હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર કેપ્ટનશીપ કરશે !

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કોણ કરશે તે જોવું રસપ્રદ રહેશે. માનવામાં આવે છે કે ટી-20માં ભારતની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર લીગની પ્રથમ મેચમાં કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે. મેગા ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિક ઉપરાંત રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રિટેન કર્યા હતા. તે જ સમયે, મુંબઈએ હરાજીમાં ઘણા મજબૂત ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!