BCCIએ રવિવારેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં પહેલી મેચ વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટની 18મી સીઝનની પહેલી મેચ હશે, જે 22 માર્ચે રમાશે. જ્યારે 25 મેના રોજ ફાઈનલ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. મહત્વનું છેકે, આઇપીએલની 18મી સિઝન 65 દિવસ સુધી ચાલશે, જેમાં કુલ 74 મેચો રમાશે. જ્યારે ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ પણ આ મેદાન પર જ રમાશે.
10 ટીમો વચ્ચે 65 દિવસમાં 74 મેચ રમાશે
ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વાલિફાયર-1 અને એલિમેટર મેચ હૈદરાબાદમાં રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ સીઝનમાં IPLમાં 10 ટીમો ભાગ લેશે. આ તમામ મેચ ભારતના જ 13 વેન્યૂ પર હશે. બપોરે 3.30 વાગ્યે અને સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.
દિલ્હીએ હજુ સુધી કેપ્ટનની જાહેરાત નથી કરી
IPL 2025 માટે દિલ્હીનું સંપૂર્ણ શિડ્યુલ આવી ગયું છે, પરંતુ દિલ્હીએ હજુ સુધી ટીમના કેપ્ટનની જાહેરાત કરી નથી. IPL 2024માં ઋષભ પંતે દિલ્હીની કપ્તાની સંભાળી હતી. પરંતુ હવે તે ટીમનો ભાગ નથી. દિલ્હીએ હરાજીમાં લખનૌના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલ અને પૂર્વ આરસીબી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ટીમમાં સામેલ કર્યા હતા.