ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે પ્રશ્ન તરીકે કાળમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નો પુછાય રહ્યા હતા. ત્યારે વિપક્ષના નેતા અમિત ચાવડાએ એવો સવાલ પૂછ્યો કે ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસી રહી છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં રૂપિયા 500માં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે તો ગુજરાતની ગૃહિણીઓને આનો લાભ આપો. રેવડીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ આ વાતને નકારી કાઢી હતી અને તેમને જવાબ આપતા કહ્યું કે, આ મામલે અમે વિચારીશું તેમ જણાવ્યું હતું. ગુજરાતની ગૃહિણીઓને રૂપિયા 500માં ગેસ સિલિન્ડર મળે તેમ હાલ લાગી રહ્યું નથી.
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે પણ ભાજપે પણ જે રીતે અરવિંદ કેજરી વાલે દિલ્હીમાં લોકોને સોસાયટી ક્લિનિંગ, રોડ રસ્તાઓ ક્લિનિક, 300 unit વીજળી ફ્રી, જેવા વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ અરવિંદ કેજરીવાલની સરકાર બન્યા પછી પણ પુરા કરવામાં નહોતા આવ્યા. તે જ રીતે ભાજપે પણ ગુજરાતમાં જે રીતે જનતાને જે વાયદાઓ આપ્યા છે એ વાયદાઓ જો યોગ્ય સમયમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગુજરાતમાં પણ ભાજપની સરકારને પડતા વાર નહીં લાગે એટલે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ભાજપ પર વિધાનસભામાં શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.
પરંતુ ગુજરાતના ભાજપ ગુજરાતમાં ભાજપનું શાસન હોવાથી તેમજ ધારાસભ્યનું પણ સંખ્યા બળ વધારે હોવાથી વિપક્ષે કરેલા જવાબોને અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ વાતને નકારી કાઢી હતી અને જાણે હસી મજાકમાં જવાબ આપ્યો હોય તેમ કહી અમે વિચારીશું તેમ કહી દીધું હતું. આ સત્તાની ખુરશી કાયમ માટે રહેતી નથી જો તમે પ્રજાના વાયદાઓ પૂરા ન કરો તો તમારી પણ સત્તા જતી વાર નહીં લાગે