તાપીના ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદે એક્ષપ્લોઝીવના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરવામા આવી છે. તાપી જીલ્લા એસપી તથા પોલીસ અધિક્ષક પી.જી.નરવડે દ્વારા ગેરકાયદે એક્ષપ્લોઝીવના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. SOG પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયાના માર્ગદર્શનના આધારે એસ.ઓ.જી શાખાના પોલીસના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અ.હે.કો. શરદ તથા આ.હે.કો.રાજેન્દ્ર યાદવરાજ ચીત્તેનાઓએ ખાનગી રાહે સંયુકત બાતમી અને હકીકતના આધારે જામલીયા ગામના ચાર રસ્તા નજીક આવેલા કુવામાં ગેરકાયદે રીતે જીલેટિન સ્ટીક તથા ઈલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટિંગ કરી કૂવો ખોદવાનું કામ કરી રહેલા હોવાની પાકી બાતમીના આધારે રેઈડ કરતા આરોપી કિરણભાઈ નવસ્યાભાઈ રાઉતને ઝડપી લીધો હતો.
પોલીસ પકડમાં આવેલા શખ્સ પાસેથી ગેરકાયદે રીતે એક્ષપ્લોઝીવ જીલેટીન સ્ટીક કુલ નંગ 35, ઈલેક્ટ્રીક ડીટોનેટર વાયરો નંગ 35નો મુદ્દામાલ સાથે એક્ષપ્લોઝીવ જથ્થો લાયસન્સ પરવાના વગર પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બિન સલામત રીતે રાખી વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરતા પકડાઈ ગયા હતા. કુવાના માલિક તથા એક્ષપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ગુનાની આગળની તપાસ એચ.જી. રબારી. પોલીસ ઈન્સ્પેક્ટર ડોલવણ પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યા છે.