ક્રિકેટની રમત એવી છેને કે જેમાં હાર પણ થાય અને જીત પણ થાય એને માટે ભવિષ્યવાણી કરવી નથી રહેતી. કારણ કે મેચ ગમે ત્યારે પલટાઈ શકે છે. રવિવારે સાંજે રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચની વાત કરી તો. થોડા સમયથી સોશ્યિલ મીડિયામાં ફેફસ થયેલા IIT બાબા તરીકે ઓળખાતા અભય સિંહએ 2025ના મહાકુંભ દરમિયાન કહ્યું હતું. આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલા પહેલા તેમણે આગાહી કરી હતી કે આ વખતેની મેચ પાકિસ્તાન જીતશે. બાબાની આ વાત બાદ ચાહકો વાત ચાલી રહી હતી કે, આ બાબા કેમ આવું કહી રહ્યા છે.
આઈઆઈટી બાબાની આગાહી સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ ચાહકોઓ તો બાબાનો વીડિયો સેવ કર્યો હતો અને કહ્યું કે હું 23 ફેબ્રુઆરીએ આનો જવાબ આપીશ. દુબઈમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને મેચ સમાપ્ત થયા પછી, ચાહકોએ સીધા સોશિયલ મીડિયા પર જઈને IIT બાબાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
IIT બાબાની આગાહી ખોટી પડી
आज पाकिस्तानियों से ज्यादा गाली ये गंजेड़ी खायेगा 🤣🤣#INDvsPAK #ViratKohli𓃵#IITianBaba #ChampionsTrophypic.twitter.com/4zbRfT3cFg
— 🇮🇳 Vishal JyotiDev Agarwal (@JyotiDevSpeaks) February 23, 2025
બાબાએ એક ઇન્ટરવ્યુમાં ભારત-પાકિસ્તાન મેચ વિશેની આગાહી કરતા કહ્યું હતું કે આ વખતે પાકિસ્તાન ભારતને હરાવશે. તેમણે એમ પણ કહ્યું કે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી શકો છો, વિરાટ કોહલીને કહો કે તમારી બધી શક્તિ લગાવી દે, પણ ભારત જીતી શકશે નહીં. સમયના ચક્ર પર નજર નાખો, ભારત જીત્યું અને વિરાટ કોહલીએ તેને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
ચાહકોએ IIT બાબાને પાઠ ભણાવ્યો
પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બાદ, ચાહકોએ સોશિયલ મીડિયા પર IIT બાબા અભય સિંહને યોગ્ય જવાબ આપી રહ્યા છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે આજે આ બાબાને પાકિસ્તાનીઓ કરતાં પણ વધારે ખરાબ હાલત ભારતમાં કરવી પડશે. આ ઉપરાંત, એક મીમ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં IIT બાબાના ચિત્ર સાથે લખ્યું છે – માફ કરશો ભાઈ, તે દિવસે તમે થોડું વધારે ખાધું હતું. તેવા સોશ્યિલ મીડિયા પર મીમ શરૂ થાય છે અને લોકો બાબાની મજાક ઉડાવી રહ્યા છે.