ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર કેસરિયો લહેરાયો છે. તો બીજી તરફ નગર પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના સુપડા સાફ જોવા મળ્યા છે. કારણ કે રાજ્યની 40થી વધારે નગરપાલિકામાં કમળ ખિલ્યું હોવાની માહિતી આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે. ત્યારે મળી રહી છે. ખાસ કરીને સોનગઢ નગરપાલિકાની વાત કરીએ તો સોનગઢ નગરપાલિકાના સાત વોર્ડમાં યોજાયેલી ચૂંટણીના પરિાણામ જાહેર થતાની સાથે પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતા. શહેરના 7 વોર્ડની 28 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપની 26 બેઠક પર ભવ્ય વિજય મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઈજ્જત બચાવા ખાતર માત્ર 2 બેઠક જીત મળી છે. આ બધાં વચ્ચે બિન હરીફ ચૂંટાયેલા ઉમેદવારોની વાત કરીએ તો..
બિન હરીફ ચૂંટાયેલા ઉમેદવારો:-
શિવાની રિન્કેશકુમાર રાણા- ભાજપ
કિશોરભાઈ બાબુભાઈ ચૌધરી- ભાજપ
પ્રકાશ સીતારામભાઈ માળી- ભાજપ
રુકશાનાબી પ્યાર મોહમદ મન્સૂરી- ભાજપ
મૌસિમ સફીભાઈ કુરેશી- ભાજપ
આ તમામ લોકો સોનગઢ નગરપાલિકામાં બિન હરીફ તરીકે ચૂંટાય આવ્યા છે. બિન હરીફ થતાં ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. તો બીજી તરફ પરિણામ જાહેર થતાની સાથે જ વિજેતા થયેલા ઉમેદવારોએ મીઠું મોઢું કરી ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી. સોનગઢ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના 23, કોંગ્રેસના 17, આપ પાર્ટીના 7 NCPના 1 અને અપક્ષમાંથી 3 કુલ મળીને 52 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતા.
જિલ્લા ભાજપ પ્રમુખે અભિનંદન પાઠવ્યા
સોનગઢ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોષી અને સોનગઢ સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલે તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.