દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી સામે આવી છે. છેલ્લાં દોઢ કલાકથી લાઈટ ગુલ થઈ હોવાની માહિતી સામે આવી છે. ભર ઉનાળે અચાનક લાઈટ ગુલ થતાં અનેક લોકોનો કામ ધંધો અટકી પડ્યો છે. ખાસ કરીને શાળા- કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ક્યાં થયો પ્રોબ્લેમ ?
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, સુરત શહેરમાં અચાનક લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. જેના કારણે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટરમાં રિસ્ટોર કરવા માટે મેનેજ કરવામાં આવી રહ્યું છે. ફોલ્ડ થતાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તાર એટલે કે, તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી લાઈટની સમસ્યા છે.
ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રિપ
મહત્વનું છે કે ઉકાઉના TPSની 4 યુનિટમાં ટ્રિપ થતાં 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું હોવાની માહિતી મળી રહી છે. ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રિપ થઈ ગઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મહત્વનું છે કે જેટકો અને લાઈટના અધિકારીઓ દ્વારા વહેલી તકે સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.