અમદાવાદ શહેરના માધુપુરામાં એક બેરોજગાર યુવક તેની પરિણીત પ્રેમિકાને છરીના 7થી 9 ઘા મારી કરપીણ હત્યા કરી નાખી છે. અને પોતે પણ નદીમાં જમ્પ લગાવી જીનવ ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો, શહેરના ઇદગા સર્કલ નજીકની ચાલીમાં 37 વર્ષિય સપનાબેન પતિ અને બે સંતાન સાથે રહેતી હતી સપનાને તેની ચાલીમાં રહેતા 22 વર્ષિય નીરવ (આ બંને પાત્રનું નામ બદલ્યા છે) સાથે પ્રેમ સંબંધ હતો નિરવ પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. જો કે નીરવ સપના સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ સપના પરિરણીત હતી અને તેના બે સંતાન હતા જેથી સપનાએ નીરવને લગ્ન કરવાની ના પાડતા આ બાબતે બંને વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન મંગળવારે સાંજે સપના દીકરીને લઈને માધવપુરા નમસ્તે સર્કલ પાસેના હાજીપુરા ગાર્ડનમાં ગઈ હતી તે સમયે સપનાને પ્રેમી નીરવને પણ મળવાનું હતું.
આ સમયે નીરવ ઘટના સ્થળે આવતા સપનાએ દીકરાને બાકડા પર બેસાડી સપના નીરવને મળવા ગઈ હતી એ સમયે નિરવે તેની પાસેની છરી વડે સપનાને પીઠ, ગળા, તેમજ મોં પર છરીના સાતથી આઠ ઘા મારી દીધા હતા. ત્યારબાદ નિરવે પોતાની પાસે રહેલી છરી વડે પોતાના હાથના કાંડાની નસ કાપી લીધી હતી. અને દોડતો દોડતો રિવરફ્રન્ટ ગયો હતો અને નદીમાં પડતો મૂક્યું હતું. તો બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી સપનાનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી બાજુ નિરવનો પણ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતા માધવપુરા પોલીસ, રિવરફ્રન્ટ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે સીસીટીવીમાં સપનાની હત્યા કરનારની તસ્વીર કેદ થઈ હતી. તેમજ જ્યાં જગ્યાએ આ બનાવ બન્યો ત્યાંથી નીરવનું બાઈક મળ્યું છે જ્યારે ચાવી તેના જેકેટના કિસ્સામાંથી મળી હતી તેનું જેકેટ મળી આવ્યં છે. આ તમામ બાબતો પરથી નિરવ એજ સપનાની હત્યા કરી હોવાનું જાણવા મળતા પોલીસે ગુનો નોંધી આ દિશમાં વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનો છે કે પતિ પત્ની ઔર વો કહાનીમાં એક પરિવારે બરબાદ થવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ પી.એસ.આઈની તૈયારી કરતા યુવકે આપઘાત કરી લેતા યુવકના પરિવાર આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે.