ગુજરાતમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરનારા ઉમેદવારોની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી પહેલી માર્ચ દરમિયાન આયોજિત કરવામાં આવનાર છે. આ અંતર્ગત અરજી કરનારા પુરુષ ઉમેદવારોએ મેદાનમાં નિયત વર્તુળના 12થી 13 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ નિયત વર્તુળમાં 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ઉપક્રમે આ શારીરિકોસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શારીરિક કસોટી પુરુષ ઉમેદવારોને માટે જુનાગઢ, અમદાવાદ, ગોધરા, ગોંડલ, સુરત, ખેડા, મહેસાણા, હિંમતનગર, ભરૂચ, જામનગર સહિતના ગુજરાતના જિલ્લાઓમાં નક્કી કરેલા મેદાનોમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સહિતના જિલ્લાઓમાં મહિલા ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટ માટે આયોજન કરવામાં આવ્યું છે.
પુરુષ ઉમેદવારો માટે દોડની વિગત
પુરુષ ઉમેદવારો માટે દોડની વિગતની વાત કરીએ તો, પુરુષ ઉમેદવારો માટે આશરે 5000 મીટર દોડ 416. 66 મીટરના 12 રાઉન્ડ અથવા 384.61 મીટરના 13 રાઉન્ડ દોડવાના રહેશે.
મહિલા ઉમેદવારો માટે દોડની વિગત
મહિલા ઉમેદવારો માટે દોડની વિગતની વાત કરીએ તો 6700 મીટર દોડ 400 મીટરના 4 રાઉન્ડ દોડવાના રહેશે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના યુવાનો પોલીસની અંદર ભરતી થવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ફિઝિકલ ટેસ્ટ 8 જાન્યુઆરીથી પહેલી માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બિન હથિયારી પીએસઆઇ, એલ આર ડીની ફિઝિકલ ટેસ્ટ ૮ જાન્યુઆરીથી યોજવામાં આવી છે.