ગુજરાતીમાં એક સરસ કહેવત છે “લોભિયા હોય ત્યાં ધુતારા ભુખા ન મરે” અને આ કહેવત ફરી એકવાર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં સાચી પડી છે. કારણ ACBએ ફરી એકવાર પંચમહાલ હાલોલના રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતા PSI મેહુલ ભરવાડને રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. પ્રોબેશન PSIએ રૂપિયા એક લાખની લાંચ માગી હતી. જેના રૂપિયા આપવા જતા લાંચિયો ઝડપાય જતા સ્થાનિક કક્ષાએ તેમજ જિલ્લામાં આ વિષય ચર્ચાનો બન્યો છે.
કેમ માંગી હતી લાંચ ?
PSI મેહુલ ભરવાડે હાલોલ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાઘાતના ગુનામાં આરોપીઓને મારઝુડ ન કરવા માટે રૂપિયા બે લાખ 50 હજારની લાંચ માંગી હતી. પરંતુ આરોપીઓ પાસે બે લાખ રૂપિયા ન હોવાથી છેલ્લી ડીલ એક લાખ રૂપિયા આપવાની થઈ હતી. જે રૂપિયા આપવા લેવા જતા ઝડપાય ગયા હતા. થોડા સમય પહેલા નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં આરોપીઓને માર ન મારવા માટે મેહુલ ભરવાડે આ રૂપિયા માંગ્યા હતા. પરંતુ રૂપિયા લેવા જતા ACBના સકંજામાં આવી ગયો અને ઈજ્જતના ધજાગરા ઉડી ગયા.આ ઘટના બાદ સમગ્ર પોલીસ બેડામાં આ વિષય પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો લાંચિયા PSIને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.