રાજધાની દિલ્લીના સીએમ કોણ હશે તેના નામ પર બુધવારે વિધિવત રીતે મહોર લાગી ગઈ છે.. રાજધાની દિલ્લીના સીએમ બન્યા રેખા ગુપ્તા. બુધવારે સાંજે રાજધાની દિલ્લીમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં રેખા ગુપ્તાની નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીત્યા બાદ સીએમ કોણ હશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યો હતો. પરંતુ બુધવારે આ ચર્ચાની સમાપ્તી થઈ ગઈ છે. અને સીએમ તરીકે રેખા ગુપ્તાની નામની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વનું છેકે ધારાસભ્ય દળની બેઠકમાં રવિશંકર પ્રસાદે સીએમના નામની જાહેરાત કરી હતી. 46 જેટલા ધારાસભ્યની સહમતિથી સીએમના નામની જાહેરાત કરવામાં આવી હતી. સીએમના નામની જાહેરાત થતાંની સાથે જ દિલ્હી ભાજપના હેડક્વાર્ટર પર ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ તેમના પરિવારમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કોણ છે રેખા ગુપ્તા ?
રેખા ગુપ્તા દિલ્લીના શાલીમાર બાગ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમની ઉંમર અંદાજે 50 વર્ષ છે. રેખા ગુપ્તા દિલ્લી ભાજપના મહાસચિવ અને મહિલા મોર્ચોના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ દક્ષિણ દિલ્લી મ્યુનિસિપલ કાઉન્સિલના મેયર પણ રહી ચૂક્યા છે.
ક્યા નેતાને મળી કઈ જવાબદારી ?
મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા
નાયબ મુખ્યમંત્રી બન્યા પ્રવેશ વર્મા
આવતીકાલે શપથગ્રહણ સમારોહ યોજાશે
શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ દિલ્લીના રામલીલા મેદાનમાં યોજાશે. સીએમની સાથે સાત મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. શપથગ્રહણ કાર્યક્રમમાં 30 હજાર મહેમાનો હાજરી આપે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.