ડેડીયાપાડામાં 14 ફેબ્રુઆરીના રોજ ટ્રાફિક માર્ગ સલામતી મહિના અંતર્ગત, નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મિશન ત્રણ રસ્તા, ડેડીયાપાડા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયો, જેમાં RTO અધિકારીઓ અને જીલ્લા પોલીસના સંકલન દ્વારા ઉમેદવારોને ઝડપી અને સરળ રીતે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં સહાય કરવામાં આવી હતી.
આ સેમિનારની અધ્યક્ષતા નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સાહેબે કરી હતી. તેમણે ઉમેદવારોને લાયસન્સ કઢાવવા માટેની પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપી અને વાહન ચલાવતી વખતે હેલ્મેટની ફરજિયાત પહેરવાની સૂચનાઓ પર ભાર મૂક્યો હતો. સાથેસાથે સાયબર ફ્રોડથી બચવા જરૂરી તકેદારીઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે 3,500 થી 4,000 જેટલા લોકો હાજર રહ્યા હતા, જેમાંથી 1,280 કરતાં વધારે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં પી.આઈ. પ્રકાશ પંડ્યા અને RTO અધિકારી નિમિષાબેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.