ભરૂચમાંથી એક હત્યાની ઘટના સામે આવતા હાહાકર મચી ગયો છે. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં હત્યારો કોણ છે અને શા માટે હત્યા કરી દિશામાં તપાસ શરૂ કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કર્યાં બાદ પોલીસે બનાવ વાળી જગ્યાએ આવી ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે હત્યા કરનાર શખ્સને ઝડપી પાડી સમગ્ર ગુનો ઉકેલી નાખ્યો હતો.
જમાઈએ કરી સાસુ-સસરાની હત્યા
પોલીસે આ બનાવ અંગે તપાસ કરતા સાસુ-સસરાની હત્યા જમાઈએ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. શા માટે હત્યા કરી તે મુદ્દે વાત કરીએ તો જમાઈ લૂંટના ઈરાદે સાસુ-સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારા જમાઈએ ઘરમાં જ લૂંટના ઈરાદે ઠંડા કલેજે હત્યા કરી હતી. હત્યારો જમાઇ વિવેક દુબે પર દેવું વધી જતાં આર્થિક રીતે સદ્ધર સાસુ સસરાની હત્યા કરી લૂંટનો બનાવ્યો હતો પ્લાન..પોલીસે રૂપિયા 43 હજાર રોકડા અને સોનાના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે આ હત્યારાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.