ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર સાવકા પિતાએ જ દીકરીને હવસનો શિકાર બનાવતા હાહાકાર મચી ગયો છે. હેવાન પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી અને ત્યાર બાદ પિતાના મિત્ર સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાની ઘટના સામે આવતા ચારે તરફથી વિરોધનો શૂર ચાલુ થયો છે. ઘટનાની જાણ પીડિત દીકરીએ પોતાની માતાને કરતા માતાની પણ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આવુ કેવી રીતે બની શકે. પરંતુ આ પાપી હેવાને દીકરીને જ હવસનો શિકાર બનાવી હતી.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે દીકરીએ સામાજિક કાર્યકરને આ સમગ્ર વાત જણાવી અને ત્યારે બાદ સામાજિક કાર્યકરે પોલીસ ફરિયાદ નોધાવી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસની ટીમે પીડિતા સાથે મુલાકાત કરી અને સમગ્ર ઘટનાની પૂછપરછ કરી તો સામે આવ્યું કે, પીડિતા સાથે ખરેખરે હેવાન સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું છે.
હદ ત્યાં થઈ જ્યારે સાવકા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી ત્યાર બાદ પિતાના અન્ય મિત્રો સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું. જો સામાજિક કાર્યકરની મદદથી પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ પાપી પિતા અને તેમના મિત્રોને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. જે બાદ પોલીસે આ મામલામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.