ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય દ્વારા વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં બે મોટી બનેલી ઘટનાઓ મુદ્દો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પહેલી ઘટના છે કે રાજકોટમાંથી થોડા સમય પહેલા સીસીટીવી વાયરલ થયા હતા. જે સીસીટીવી પાયલ મેટરનીટિ હોસ્પિટલના હોવાનું સામે આવ્યું હતું. જેમાં મહિલાઓના સારવાર આપવાના અંગત વીડિયો વાયરલ થયા હતા તે મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
પાયલ મેટરનીટિ હોસ્પિટલ દ્વારા મહિલાઓની જ્યાં સારવાર થતી હોય ત્યાં સીસીટીવી રાખવામાં આવ્યા હતા તેનો પણ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વીડિયો વાયરલ કરનાર છે. તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
બીજી એક ઘટનાની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીય પરિવારોના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને અમેરિકાથી ભારતીયને હથકડી સાથે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ વિરોધ કર્યો હતો. ભારતીય પરિવારો સાથે અમેરિકામાં ખરાબ વર્તન કરવાના મુદ્દે પણ વિરોધ કર્યો હતો. જે ઘટનાનો કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા હાથમાં હાથકડી પહેરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.