ભારતીય જનતા પાર્ટી દ્વારા તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સુરજ વસાવાની જાહેરાત કરવામાં આવી છે. સુરજ વસાવા છેલ્લાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. ઉપરાંત તેઓ તાપી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને તાપી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચુક્યા છે. આ વખતે ફરીએકવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂરજ વસાવાને તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી મળતા સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરજ દાસુભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે. અને તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. સાથે જ સુરજ વસાવા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે અને પૂર્વ જીલ્લા પંચાયત અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. સાથે જ વનવાસી કલ્યાણ આશ્રમ સાથે પણ જોડાયેલા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને ફરી તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરી નવી જવાબદારી સોંપી છે. ગુરુવારે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ઉપાધ્યક્ષ જનક બગદાણા અને નિરીક્ષક ટીમના સભ્ય હેમાલી બોધાવાલા પ્રમુખના નિમણૂક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.