ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ગુરુ પોપ ફ્રાંસિસનની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. પોપ ફ્રાંસિસને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર પોપ ફ્રાંસિસને ગળામાં શ્વસન સંબંધિત ચેપ છે. આ સમસ્યા કોરોનાવાયરસ સંબંધિત કોઈ સમસ્યા નથી. રોમ સ્થિત હોસ્પિટલ તરફથી પોપના સ્વાસ્થ્ય અંગે જાણકારી પણ શેર કરવામાં આવી છે.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, પોપ ફ્રાંસિસ આગામી દિવસોમાં હોસ્પિટલમાં જ રહેશે. તેમણે જણાવ્યું કે હાલમાં પોપને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હોવાથી બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અને હજી પણ આગામી દિવસોમાં તે હોસ્પિટલમાં જ રહેશે. હોસ્પિટલના પ્રવક્તા માટેઓ બ્રુનીએ મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે 86 વર્ષીય પોપ, યુવાવસ્થામાં તેમના ફેફસાંનો એક ભાગ હટાવવામાં આવ્યો હતો, જેને કારણે તેમને શ્વાસ લેવામાં સમસ્યા આવી વધી રહી છે. તેમણે સ્પષ્ટતા આપી કે પોપ ફ્રાંસિસને કોરોના થયો નથી. આ પહેલા પણ જૂલાઈ 2021માં તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે અગાઉ જેમેલિ હોસ્પટલમાં પોપ ફ્રાંસિસના 33 સેન્ટીમીટરના અંક અંગને ડૉક્ટર દ્વારા હટાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલાય સવાલો ઉઠ્યા હતા. ત્યાર હાલમાં તેમને શ્વાસની ફરિયાદ થતાં જેમેલિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તપાસ કરાવી. તપાસમાં માલુમ પડ્યું કે તેમના શ્વસનમાં સંક્રમણ થયું છે. જેની સારવાર માટે તેમણે થોડા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડશે.