દેશ ભરમાં પવિત્ર હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીની અગ્નિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, એવું કહેવાય છે કે તેમાં બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. હોળીની અગ્નિમાં નાળિયેર બાળવું એ બધા અવરોધોનો નાશ કરવાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ હોળીની આગમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરાને આજે પણ અવિરત માનવામાં આવે છે.
હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અને લોકો હોળીના તહેવારમાં અંહી ખુલ્લા પગે પણ ચાલે છે. હોળીમાં ગામડાઓના લોકો ખુલ્લા પગે હોળીના અંગારા પર ચાલતા જોવા મળે છે. એક માન્યતા મુજબ અંગારા પર ચાલનારા લોકોને સહેજ પણ કોઈપણ જાતની તકલીફ થતી નથી.
શ્રદ્ધા સાથે જોડાયેલી પરંપરાને લોકો હસતા મોઢે અનુસરે છે અને પરંપરા વર્ષોથી નિભાવી પણ રહ્યા છે. હોળીના દિવસે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં હોળી સળગાવામાં આવે છે. અને લોકો પરંપરા મુજબ હોળીની અગ્નિમાં ખુલ્લા પગે ચાલે છે. તો બીજા દિવસે લોકો ધૂળેટીના તહેવારને પણ રાજીખુશીની એકબીજાને રંગ લગાવી હોળી અને ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળે છે.