કુકરમુંડાના ગંગથા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર મરણજનાર સુરપસિંગ ઉર્ફે સુરોપ રૂપસિંગ વસાવાને માથાના પાછળ અને જમણી સાઈટના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ગળાના ભાગે કોઈ દોરી કે અન્ય વસ્તુ વડે ટુંપો આપી તથા છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છાતીનું હાડકું તોડી નાખી મોત નિપજાવી ગુનો કર્યો હતો.
જે ગંભીર ગુનો અને અનડિકેટ હતો તેજમ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે તાપી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.કે. પટેલ અને તેમની ટીમે અનડીટેક્ટ મર્ડરના ગુનાના આરોપીઓ કોણ છે તે દિશમાં તપાસ કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોની યુક્તી-પ્રયુક્તીથી પૂછપરછ કરતા આરોપીઓ મનિષ ઉર્ફે મોહનિશ વસાવા અને મિનાબેન રાજેન્દ્ર કેસરસિંગ વસાવાએ મરણજનાર સુરપસિંગ ઉર્ફે સુરોપ રૂપસિંગની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા મર્ડરનો અનડીટેક ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ:-
વી.કે.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ. જયરાજસિંહ કિશોરસિંહ
એ.એસ.આઈ ગંભીરસિંહ મોહબ્બતસિંહ
અ.હેડ.કો.રવીભાઈ હિરીયાભાઈ
અ.હેડ.કો.અર્જુનસિંહ વિક્રમસિંહ
અ.પો.કો.રસિકભાઈ રામાભાઈ
અ.પો.કો. સાગરભાઈ મગનભાઈ
આ.પો.કો.પ્રશાંતભાઈ કિશોરભાઈ
આ તમામ પોલીસકર્મીઓની ટીમે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હાલ તો પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.