અમદાવાદના સાણંદ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગયો છે. ચકચાર એટલા માટે કહી શકાય કારણ કે અંહી ટ્રકચાલકે GRD જવાન પર ટ્રક ચઢાવી દીધી હતી જેના કારણે GRD જવાનનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં પોલીસ ટ્રક ડ્રાઈવર સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.
GRD જવાને નો એન્ટ્રી પોઈન્ટ પર ટ્રકને રોકવાનું કહેતા ટ્રક ચાલકે GRD જવાન પર ટ્રક ઉપર ચઢાવી દીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં જગદીશ મકવાણા નામના GRD જવાનનું મોત થયું છે. બનાવ બાદ પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GRD જગદીશ મકવાણા સાણંદ પોલીસ સ્ટેશનમાં જીઆઈડી તરીકે ફરજ બજાવતા હતા. જગદીશ મકવાણાએ હજારી માતાના મંદિર પાસેથી પસાર થઇ રહેલા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રકચાલકે ટ્રક રોકવાને બદલે જીઆરડી જવાન પર ચઢાવી દીધી જેમાં જીઆરડી જવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.