વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો આરોપીને ક્રાઈમબ્રાન્ચ ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. ભેજાબાજ શખ્સ છેલ્લાં નવ વર્ષથી નાસતો ફરતો હતો. તાપી પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગુના આચરી ફરાર થયેલા શખ્સને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરતા ફરાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
તાપી પોલીસના માણસો સાથે તાપી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશ, પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો અને વોન્ટેડ આરોપી એટલે ઈરફાન ઉસ્માન સૈયદની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી લીધો હતો.
કામગીરી કરનારા શખ્સો:-
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રોન સ્ટીવન્શન
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
આ તમામ શખ્સોએ ભેગા મળી છેલ્લાં નવ વર્ષથી ફરાર શખ્સને ઝડપી પાડી વધુ એક ગુનાને ઉકેલી નાખ્યો છે. હાલ તો પોલીસે આ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.