કેટલાક લોકોને આધેડ વયે પ્રેમનો રંગ લાગતો હોય છે. અને આવી જ એક ઘટના કોલકાતામાં બની છે. અંહી એક વૃદ્ધ માણસ તેની વધતી ઉંમર અને એકલતાથી પરેશાન હતો. આ જ કારણે આ વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે સંપૂર્ણ પ્લાનિંગ તૈયાર કરી નાખ્યો. સોશિયલ મીડિયાની મદદથી તેણે એક સંપૂર્ણ યોજના તૈયાર કરી, જેમાં દિલ્હીની એક છોકરી ફસાઈ ગઈ. દિલ્હીની એક મહિલા કોલકાતા આવી અને વૃદ્ધ પુરુષ સાથે હોટલના રૂમમાં પહોંચી ગઈ. જોકે થોડીવારમાં જ આ વૃદ્ધ માણસનું રહસ્ય ખુલી ગયું. પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. આ શખ્સે મહિલાને નોકરી અપાવવાનું વચન આપી લલચાવીને ગુનો આચરવા માટે બોલાવી હતી. મહિલાની ફરિયાદના આધારે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ મામલે શું કહ્યું ?
આ બનાવ મુદ્દે કોલકાતા પોલીસે જણાવ્યું કે 7 માર્ચે દક્ષિણ કોલકાતાની એક હોટલમાં દિલ્હીની એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં એક આધેડ નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા હાલ કોલકાતામાં કામ કરી રહી છે. આ બનાવ બાદ યુવતી ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ છે. શરૂઆતમાં તે આઘાતને કારણે થોડા દિવસો સુધી ચૂપ રહી, પરંતુ પછીથી આગળ આવીને ફરિયાદ નોંધાવી અને પોલીસે આ મામલે તપાસ કરતા પાપીની તપાસ હાથ ધરી હતી.
છોકરી હોટલ-કમ-બારમાં કરે છે કામ
મહિલાએ નિવેદન આપતા જણાવ્યું કે, આરોપી પોતે વેપારી હોવાનો દાવો કરે છે, અને તેણે છોકરીને નોકરી આપવાના બહાને હોટલના રૂમમાં બોલાવી હતી. રૂમમાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં જો છોકરી આ મામલે કંઈ બોલશે તો તેને ગંભીર પરિણામો ભોગવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી.
આરોપી કોલકાતાનો રહેવાસી
પોલીસ પકડમાં આવેલો શખ્સ કોલકાતાના ભવાનીપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ગુનો તેના ઘરથી થોડે દૂર એક હોટલમાં આચર્યો હતો. પીડિતા કોલકાતામાં એક બાર-કમ-રેસ્ટોરન્ટમાં કામ કરે છે. શરૂઆતમાં તે ડરી ગઈ હતી પરંતુ પછી તેણે હિંમત કરી કરી પોલીસનો સંપર્ક કર્યો. અને આ મામલે FIR નોંધવી હતી. જે બાદ પોલીસે આ પાપી શખ્સને ઝડપી લીધો હતો.
માનવીય અધિકારોનું ઉલ્લંઘન
આ પ્રકારની ઘટનાઓ અતિદુઃખદ માનવામાં આવે છે. સમાજમાં મોટા પ્રશ્નો ઊભા કરે છે. દુષ્કર્મએ હકીકતમાં માનવીય અધિકારોનો ઉલ્લંઘન છે અને એમાં પીડિત વ્યક્તિનું ભયાનક માનસિક, શારીરિક અને ભાવનાત્મક નુકસાન થાય છે. સમાજમાં આવા ગુનાઓ માટે કઠોર સજા થવી જોઈએ. આ પ્રકારના મામલાઓમાં પીડિત વ્યક્તિને મદદ અને સમર્થન પૂરો પાડવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે આવા મામલાઓ ઉજાગર થાય છે, ત્યારે લોકોને જાગરૂકતા અને સુરક્ષા માટેના પગલાં અંગે વિચારવું જોઈએ.