શુક્રવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં ઓવલી ઓફિસમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. આ વિવાદ બાદ યુએસના અધિકારીઓએ યુક્રેનને આપવામાં આવી રહેલી સહાયમાં સંભવિત છેતરપિંડી અને દુરુપયોગની તપાસ વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Watch this carefully. Very important.
pic.twitter.com/wdM3XdbrH1— Elon Musk (@elonmusk) February 28, 2025
રોઇટર્સના અહેવાલ મુજબ એક વરિષ્ઠ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે એલોન મસ્ક અને તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી પહેલાથી જ યુક્રેનને આપવામાં આવતી મોટી આર્થિક અને સુરક્ષા સહાયમાં સંભવિત સમસ્યાઓની તપાસ કરી રહ્યા હતા. અને આ બધાં વચ્ચે એવી વાત સામે આવી છે કે, અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ કરવાનું વિચારી રહ્યા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
બંને નેતાઓ વચ્ચે બેઠકમાં ઉગ્ર ચર્ચા
મહત્વની આ બેઠક દરમિયાન રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે મતભેદો ઉભા થયા હતા, જેના કારણે વાટાઘાટો તણાવપૂર્ણ બની હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર અપમાનજનક વર્તનનો આરોપ લગાવ્યો, જ્યારે ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આપવામાં આવેલા વચનો પર સવાલ ઉઠાવ્યા. આ વિવાદ પછી, ટ્રમ્પે બેઠક સમાપ્ત કરી અને ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું હતું.
ઝેલેન્સકીએ આભાર વ્યક્ત કર્યો
ઝેલેન્સકીએ અમેરિકા અને તેના લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે યુક્રેન ન્યાયી અને સ્થાયી શાંતિ તરફ કામ કરી રહ્યું છે. ટ્રમ્પે ઝેલેન્સકી પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર હશે ત્યારે તેઓ પાછા આવી શકે છે.