ચમત્કારી બાબાઓને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા આમંત્રણ પાઠવતા સોસિયલ મીડિયા માં એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું જેનાથી આવનાર દિવસોમાં રાજકારણ પણ ગરમાય તો નવાઈ નહીં રોમેલ સુતરિયા એ જાહેર કરેલા પોસ્ટરમા તેઓએ કોઈ પણ બાબા નું નામ લખ્યા વગર જ જાહેરમાં પડકાર ફેંકતા હોય તે અંદાજમાં આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ ના નામે રાજકારણ કરવા ઉત્સુક ચમત્કારી બાબા તરીકે સંબોધિત કરી આમંત્રણ પાઠવતા કહ્યું કે પોન્ઝી અને ચિટફંડ કૌભાંડ પીડિતો ના નાણાં પરત અપાવવા , પાર તાપી નર્મદા લિંક જેવી યોજનાઓ માં જમીનો ગુમાવી વિસ્થાપિત થતાં અટકાવવા , વ્યારા અને માંડવી સુગર ફેકટરીમાં શેરડી આપનાર ખેડૂતો ના મહેનત ના નાણાં પરત અપાવવા અને જંગલ જમીન અધિનિયમ ૨૦૦૫ હેઠળ લાખો આદિવાસીઓ ના બાપ દાદાની જમીનોના માલિકી હક તેમને અપાવવા ચમત્કાર કરી બતાવો….
જાહેરમાં ચમત્કાર કરવાનો સ્વિકાર કરે તો રોમેલ સુતરિયા દરબાર ગોઠવી આપશે તેમ કહી ચમત્કાર કરવાનો દાવો કરતા બાબાઓને આડે હાથ લીધાં હોય તેમ જણાય આવે છે. મહત્વની બાબત તે છે કે દક્ષિણ ગુજરાત માં આદિવાસી વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઘરવાપસી ના કાર્યક્રમ કરવાની અને દરબાર ગોઠવવા વિશે મિડિયામાં નિવેદન આપી ચુકેલા છે તેવામાં રોમેલ સુતરિયા દ્વારા આપવામાં આવેલ આ આદિવાસી સમાજ ના પ્રશ્નો ના નિરાકરણ કરવા ચમત્કાર કરવા આમંત્રણ કોઈ બાબા સ્વીકારશે કે રાજકારણ ગરમાશે તે જોવું રહ્યું , પોસ્ટર વાઈરલ થતાં દક્ષિણ ગુજરાત માં લોક ચર્ચા એ જોર પકડ્યું છે કે જે બાબા ચમત્કારી હોય તેમણે આ આમંત્રણ સ્વીકારી લેવું જોઈએ બાકી ગુજરાત ને અને દેશને ઉલ્લું બનાવનારાઓ થી લોકોએ જાગૃત થવું જોઈએ.