ગુજરાત સરકારના આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિને આદિવાસી સમાજના આગેવાને એક સવાલ પૂછતા.. કુંવરજી હળપતિ લાલ પીળા થઈ ગયા.. અને ટેબલ પછાડી, બેઠક છોડીને નિકળી ગયાનો વીડિયો આજકાલ ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.
આદિવાસી આગેવાનનો એક સવાલ,,કુંવરજી હળપતિ લાલ પીળા થયા..વીડિયો વાયરલ!
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં,, વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરનો વિરોધ છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજ કરી રહ્યો છે. થોડા સમય પહેલા મંત્રી કુવરજી હળપતિએ હોસ્પિટલના ખાનગીકરણને લઈ ચાલતા આદિવાસી આંદોલનને કચડી નાખવા અંગે નિવેદન આપ્યું હતું.
કુંવરજી હળપતિએ આંદોલનને કચડી નાખવાની વાત કરી છે.. આ રહ્યો વીડિયો !…….
જેને લઈ શુક્રવારે વ્યારા સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં આદિવાસી સમાજના આગેવાનોએ કુંવરજી હળપતિએ આપેલા આદિવાસી આંદોલને કચડી નાખવા મુદ્દે જવાબ માંગ્યો હતો. તો કુંવરજી હળપતિ લાલ પીળા થઈ ગયા અને પછી આદિવાસી સમાજ સાથેની બેઠક છોડી ટેબલ પર જોરથી હાથ પછાડી નિકળી ગયા હતા. જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.
આંદોલનને કચડી નાખવાનું નિવેદન..કુંવરજી બરાબરના ફસાયા..બેઠક છોડી નિકળી ગયા !….