તાઇવાન બુધવારે સવારે ભૂકંપથી હચમચી ગયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી. જોરદાર આંચકાના કારણે તાઈવાનના ઘણા શહેરોમાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. દેશના અનેક વિસ્તારોમાં પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ જોવા મળી છે. છેલ્લા 25 વર્ષમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. છેલ્લી વખત 1999માં આવો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેમાં 2500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 1300 લોકો ઘાયલ થયા હતા.
🚨🇹🇼 The earthquake in Taiwan has collapsed at least 26 buildings, and people are trapped. pic.twitter.com/hPTRNGIUg6
— World News Global (@WorldNewsGb) April 3, 2024
ભૂકંપ બાદ 87,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તાઈવાનમાં ભૂકંપના કારણે સૌથી વધુ વિનાશ હુઆલિન નામના શહેરમાં થયો હતો, જ્યાં આંચકાનું કેન્દ્રબિંદુ પણ હતું. આ ટાપુ દેશમાં તબાહીના કારણે વીજળી અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ભૂકંપ બાદ તાઈવાન સિવાય જાપાન અને ફિલિપાઈન્સમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે હુઆલીનમાં 7.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, તો રાજધાની તાઈપેઈમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હુઆલી શહેરમાં ભૂકંપથી સૌથી વધુ વિનાશ રોઇટર્સના અહેવાલ મુજબ સૌથી વધુ નુકસાન હુઆલિન શહેરમાં થયું છે, જ્યાં ઘણી ઇમારતો ધરાશાયી થઇ છે.
🚨 Massive Land-sliding after a 7.4 magnitude of earthquake reported to be the strongest in 25 years.#earthquake #Taiwan pic.twitter.com/gnlriQY2f1
— World News Global (@WorldNewsGb) April 3, 2024
ભૂકંપનું કેન્દ્ર હોવાને કારણે અહીંના રસ્તાઓ પણ તૂટી ગયા છે. ધરાશાયી થવાના કારણે ઈમારતોમાં ફસાયેલા લોકો વિશે પણ માહિતી સામે આવી રહી છે. તાઈપેઈના સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે અત્યાર સુધી શહેરમાં મોટા પાયે નુકસાનના કોઈ સમાચાર નથી. તાઇવાનના હાઇ-સ્પીડ રેલ ઓપરેટરે જણાવ્યું હતું કે તેની ટ્રેનોને નુકસાન અથવા ઇજાના કોઈ અહેવાલ નથી, પરંતુ તપાસ ચાલી રહી છે, જેના કારણે ટ્રેનો મોડી દોડી શકે છે. જાપાનમાં સુનામીની શક્યતાઓ પડોશી દેશ તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ જાપાને પણ દક્ષિણી પ્રાંત ઓકિનાવાના તટીય વિસ્તારના લોકો માટે એડવાઈઝરી જારી કરી હતી.
🚨 7.4 Magnitude of earthquake causes landsliding in Taiwan.#earthquake #Taiwan pic.twitter.com/Mdk5sY2ZIc
— World News Global (@WorldNewsGb) April 3, 2024
જાપાન દ્વારા જારી કરાયેલ સુનામી એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે 3 મીટર (10 ફૂટ) ઊંચા મોજા દક્ષિણ-પશ્ચિમ કિનારે ત્રાટકી શકે છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરીને ઊંચા સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. જાપાન મેટ્રોલોજીકલ એજન્સીએ જણાવ્યું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 9.18 વાગ્યે યોનાગુની દ્વીપ પર એક ફૂટ ઊંચી સુનામી આવી હતી.