સવિનય સહ જણાવવાનું કે ફ્રી શીપ કાર્ડનો હેતુ એ છે કે ગરીબ વિદ્યાર્થીઓ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજોમાં ભણી શકે. તા.1-6-2023ના પત્રથી નિયામક, આદિજાતિએ તમામ જિલ્લા અધિકારીઓને બીજી સૂચના ન મળે ત્યાં સુધી ફ્રી કાર્ડ ન ઇસ્યુ કરવાની સૂચના આપી છે. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયની તા. 1/4/2022થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની નવી યોજના અમલમાં આવેલી છે.આ બાબતે આદિજાતિ વિકાસ વિભાગનું માર્ગદર્શન મેળવવાની બાબત વિચારણા હેઠળ છે. હાલમાં કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં મેડિકલમાં એડમિશન ચાલુ થશે.હાલમાં છોકરાઓ માટે રૂપિયા ૨.૫ લાખની આવક મર્યાદા છે. છોકરીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. સ્વનિર્ભર કોલેજોમાં ટ્યુશન ફી રૂપિયા ૫૦ હજાર થી ૧ કરોડ જેટલી છે.જેથી નીચે મુજબ ની ભલામણ સ્વીકારવા નમ્ર વિનંતી છે.
- છોકરાઓ માટે આવક મર્યાદા રૂપિયા 8 લાખ કરવા વિનંતી
- પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં લઇ ત્વરિત ફ્રી શીપ કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવા વિનંતી
- ભારત સરકારે એમના હિસ્સાની રકમ ઓછી કરી હોય બાકીની રકમ રાજ્ય સરકારને ભોગવવા વિનંતી
- ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લઇ આ બાબતનો આદેશ-સુચના તમામ સ્કૂલો, યુનિવર્સિટીઓ અને તમામ કોલેજોમાં આપવા વિનંતી છે.