ISRO આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 14 જુલાઈએ ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-થ્રી મિશન હેઠળ, તેના રોબોટિક સાધનો 24 અથવા 25 ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરશે જ્યાં અત્યાર સુધી કોઈપણ દેશનું મિશન પહોંચ્યું નથી. આ કારણે સમગ્ર વિશ્વની નજર ભારતના આ મિશન પર છે. ચંદ્રયાન 3નું લેન્ડર મજબૂત પૈડાં સાથે 40 ગણા મોટા વિસ્તાર પર ઉતરશે. ચંદ્રયાન 3 જીએસએલવી એમકે 3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-થ્રીના મહત્વ વિશે વાત કરીએ તો, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-થ્રીના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે.
અંતરિક્ષ રેસમાં ભારતના જોખમને મજબૂત કરશે. ચંદ્રયાન-થ્રી માનવ જિજ્ઞાસાનું પ્રતિક બનશે. ચંદ્રયાનના કાઉન્ટડાઉનની વાત કરીએ તો, ચંદ્રયાન-થ્રી શુક્રવારે 2:35 વાગે લોન્ચિંગ થશે. 24-25 ઓગસ્ટેના રોજ ચન્દ્ર પર ઉતરશે. 14 દિવસ રોવર લેન્ડર ચારેય તરફ 360 ડિગ્રી ફરશે. ચંદ્રની સપાટી પરના રોવરનાં પૈડાંની નિશાની લેન્ડર મોકલશે. ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો દેશ હશે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બનશે. ચંદ્રયાન-થ્રીની ખાસિયતની વાત કરીએ તો, તેની લંબાઈ 43.5 એમ હશે. ચંદ્રયાન-થ્રીનું વજન 6.4 લાખ કે.જી હશે. 41 દિવસમાં ચંદ્ર પર પહોંચશે ચંદ્રયાન-થ્રી 1000થી ઓછી સેકેન્ડમાં પૃથ્વીની કક્ષામાં હશે ચંદ્રયાન-થ્રી.