33 C
Ahmedabad
Monday, May 20, 2024

દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા વ્યારાના સર્કીટ હાઉસમાં રોજગાર સંસદ કાર્યક્રમ યોજાયો


તાપીઃ દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા સર્કીટ હાઉસ સભાખંડ વ્યારા ખાતે તારીખ 23-9-2023ના રોજ રોજગાર સંસદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોજગાર સંસદ કાર્યક્રમનો શુભારંભ ભારત માતાની છબીને ઉપસ્થિત, સામાજીક આગેવાનો, વિધાર્થી આગેવાનોએ પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો.

દેશ કી બાત ફાઉન્ડેશનના સેન્ટ્રલ ટીમ ઓરગ્રેનાઈઝર સદસ્ય રાવસાહેબ ભીમરાવ પાટીલએ જણાવ્યું હતું કે, આપણે બધાએ મળીને બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે જે આઝાદીના આટલાં વર્ષો બાદ પણ તેવીને તેવી જ છે, જે સમસ્યાઓ મટાડીને દૂર કરવાં આપણાં બાપ-દાદા અને પુર્વજોએ કુરબાની આપી રોટલા તો આપણે ત્યારે પણ ખાઈ લેતાં હતાં, જ્યારે આપણે ગુલામ હતાં. નીંદર તો આપણને  ત્યારે પણ આવતી હતી, જ્યારે આપણે ગુલામ હતાં. લગ્ન પ્રસંગો – રિશ્તેદારી તો ત્યારે પણ થઈ જતાં, જ્યારે આપણે ગુલામ હતાં. પરંતુ આપણાં પૂર્વજોને આ ગુલામી મંજૂર ન હતી. આપણાં દેશની આઝાદી માટે લાખો લોકો એ પોતાની કુરબાની આપી. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દિધું. લોકોએ પોતાની બધી જીંદગી ખપાવી દીધી, પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દિધું. આપણાં દેશને આઝાદી આ ત્યાગ,તપસ્યા અને બલીદાન થકી જ મળી છે.

આઝાદીના આટલા વર્ષો પછી પણ મજદૂરોનું જીવન જાનવરો કરતાં બદતર થઈ ગયું છે, ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે., વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રિઓ લઈને ભટકવું પડે છે. તો આપણને મનમાં પ્રશ્ન પેદા થાય છે કે આઝાદીના આટલા વર્ષોમાં શું કર્યું? આઝાદીના આટલા વર્ષો પછી પણ જો આજે પણ મહિલાઓની સ્થિતિ સારી નથી.

બેરોજગારીની સમસ્યા અને સમાધાન રાષ્ટ્રિય રોજગાર નીતિ આધારીત કાનૂન બનાવી સંસદમાં પાસ કરાવવા માટે પ્રધાનમંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને આવેદન આપવામાં આવ્યા છે.  રાષ્ટ્રીય રોજગાર નીતિનો ડ્રાફ્ટ સરકારને મોકલવામાં આવ્યો છે. સરકારે ઇચ્છે તો એમાં સંશોધન કરી લાગુ કરી શકે છે જેનાથી બેરોજગારાને રોજગાર મળે, જો રાષ્ટ્રિય રોજગાર નીતિ લાગુ કરવામાં નહિ આવે તો રોજગાર આંદોલનનો આગળનો પડાવ ૧૯ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.

અગાઉના પડાવમાં આંદોલનનો શરૂ કરવાના પહેલા જનસંપર્ક અભિયાનને વેગ આપવામાં આવશે. આ અભિયાન ગ્રામ્ય સ્તર સુધી લઈ જવામાં આવશે. દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા રોજગાર આંદોલનની તૈયારીઓના ભાગરૂપે ભારતભરમાં તમામ જીલ્લાઓમાં રોજગાર સંસદ કરી આંદોલન સમિતિ બનાવવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય રોજગાર નીતિ આજના સમયની માંગ છે અને રાષ્ટ્રીય રોજગાર નીતિ આધારીત કાનૂન બનાવી લાગુ કરવામાં આવે તો  બેરોજગારીની સમસ્યાનું સમાધાન થઈ શકે છે દેશના શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૯% છે અને ગ્રામીણ વિસ્તારમાં ૭% છે એના પર ધ્યાન આપવામાં નહિ આવે તો આ ટકાવારી વધી શકે છે. રોજગાર સંસદ કાર્યક્રમમાં દેશ કી બાત ફાઉન્ડેશનના નેશનલ ટીમના ઓર્ગેનાઈઝર સભ્ય રાવસાહેબ ભીમરાવ પાટીલએ દેશ કી બાત ફાઉન્ડેશનનો પરિચય, સકારાત્મક રાષ્ટ્રવાદ , રાષ્ટ્રીય રોજગાર નીતિ અને રોજગાર આંદોલન પર ક્રાંતિકારી વિચારો રજુ કર્યા હતા.

આ પ્રસંગે મનોજ મિશ્રા આદીઓએ રોજગાર આંદોલન બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતાં તથા રાષ્ટ્રીય રોજગાર નીતિનું સમર્થન આપ્યું હતું. રોજગાર સંસદ સ્થળ “નફરત નહીં રોજગાર ચાહીએ, જીને કા અધિકાર ચાહીએ.”. “સારા દેશ કરે પુકાર, રોજગાર રોજગાર” ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કામદાર યુનિયનોના હોદ્દો ધરાવતા લોકો, કામદાર નેતા, શિક્ષકગોણ, યુવા આગેવાનો, સમાજસેવી, વિદ્યાર્થીઓ, મહિલાઓ, કામદારો‌ હાજર રહી રોજગાર સંસદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં તાપી જિલ્લા રોજગાર આંદોલન સમિતિના કન્વીનર તરીકે ઇન્દુ ગામના સમાજસેવી મનોજ મિશ્રા નિમાયા હતા.

જે લોકો દેશ કી બાત ફાઉન્ડેશન દ્વારા આયોજીત રોજગાર આંદોલનમાં સહભાગી, સહયોગ ,  કે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેમણે મોબાઈલ નંબર 9428760426 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

આગામી દિવસોમાં ભારતમાં જનસંપર્ક અભિયાન દ્વારા લોકોમાં આ આંદોલનથી  જાગૃત કરવામાં આવશે. લોકસભા અને જિલ્લા લેવલે રોજગાર આંદોલન સમિતિનું નિર્માણ કરવામાં આવશે. અને આ સમિતિ તમામ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં રાષ્ટ્રીય રોજગાર નીતિ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે અને તમામ લોકસભા અને જિલ્લા લેવલે રોજગાર સંવાદ અને રોજગાર સંસદનું આયોજન કરશે. જેમાં સંયુક્ત રોજગાર આંદોલન સમિતિ સાથે જોડાયેલા સંગઠનો, રાજ્યસભા અને લોક સભા ના સાંસદોને આમંત્રિત કરી રાષ્ટ્રીય રોજગાર આધારીત કાનૂન બનાવવા એમના સહયોગ ની માંગ કરવામાં આવશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!