ભાવનગર શહેરના દેસાઈ નગર વિસ્તારમાં રહેતા વિનિતભાઈ ચૌહાણ અને જયપાલભાઈ ચૌહાણ મોડે રાત્રે હોટલમાં જમવા ગયા હતા ત્યારબાદ પરત ઘરે ફરતા મોડી રાત્રે મીલટરી સોસાયટીના નાકા પાસે કોઈ અગમ્ય કારસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા બંને ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન વિનિતભાઈનું મોત થયું હતું.