27 C
Ahmedabad
Wednesday, May 1, 2024

કર્ણાટક ચૂંટણી માટે BJPની મળી મહત્વની બેઠક, મોટાભાગના વર્તમાન MLAને મળશે ટિકિટ


કર્ણાટકમાં ભાજપ મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂરી થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને બીએલ સંતોષની અલગ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર,આ બેઠકમાં કર્ણાટકની તમામ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.

કર્ણાટકમાં ફરીથી સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે 224માંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ કોંગ્રેસે પણ કર્ણાટકમાં સત્તામાં વાપસીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને JD(S) એ ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પ્રારંભિક યાદી જાહેર કરી છે.

કોંગ્રેસે કુલ 224 બેઠકોમાંથી 166 માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે JD(S) એ 93 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!