બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય ચુંક્યું છે…ત્યારે તેની અસર આગામી 6થી 7 કલાક રાજ્યમાં દેખાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છ, માંડવી, મોરબી, દ્વારકામાં તેની અસર જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ટકરાયા બાદ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. જેના કારણે રાજ્યમાં ભારે પવન ફૂકાશે. તેમજ ધોધમાર વરસાદ પણ પડશે. ખાસ કરીને વાવાઝોડાની અસર 6થી સાત કલાક સુધી રહશે.
હવામાન વિભાગની ડારામણી આગાહીઃ-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ટકરાયા બાદ, જખૌમાં 150 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ તેવી શક્યતા છે. આ જ્યારે લખાઈ રહ્યું છે. ત્યારે દરિયામાં 12 કલાકની સ્પીટ પર વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. તેમજ કચ્છના નલિયાથી 100 દૂર વાવાઝોડુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.