હીરા નગરી સુરતમાં એક ચાર વર્ષની દીકરી ઉપર જે બળાત્કાર ગુજરવામાં આવ્યો છે. આ મુદ્દાને લઈને સમગ્ર વિસ્તારના આદિવાસી ભાઈઓ સાથે મળી સુરત પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. આદિવાસી દીકરી ઉપર જેણે પણ બળાત્કાર કર્યો છે તેને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. સુરત જિલ્લા કમિશનરે એક અઠવાડિયાની અંદર ચાર્જસીટ બનાવી અપરાધીને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.
મહત્વનું છેકે, આપણી દીકરી ચાર વર્ષની હતી અને આજથી પાંચ મહિના પહેલા પણ આદિવાસી દીકરીઓ ઉપર બળાત્કાર થયો હતો જેનો પણ કોઈ નિકાલ આવ્યો નથી. આદિવાસી નેતા હોય કે બિન આદિવાસી કે, પછી સ્થાનિક ધારાસભ્ય હોય કે સાંસદ ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી કે સ્થાનિક સાંસદ સીઆર પાટીલ પણ આ પરિવારોને સાંતવાના આપવા આવ્યા નથી. પ્રશ્ન એક જ થાય છે કે આદિવાસીઓને આ લોકો માત્ર દારૂ અને ચાખણાના પૈસામાં વોટબેંક સમજે છે. માટે હવે આદિવાસી ભાઈઓ જાગી જજો નહીં તો આવા બનાવો આપણી દીકરીઓ મા બહેનો સાથે બનતા રહેશે અને સત્તાધારીઓ ચૂપચાપ આપણો તમસો જોતા રહેશે.