39 C
Ahmedabad
Thursday, May 16, 2024

આદિવાસી યુવતીના મરણ બાદ પણ ચુપ ૧૮૨ ધારાસભ્યો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો: રોમેલ સુતરિયા


બલેશ્વર સંસ્કાર વિદ્યા સંકુલમા આદિવાસી યુવતીના રહસ્યમય મરણ બાબતે કોલેજના ટ્રસ્ટી મંડળ સાથે AKSM અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્વારા દીકરીને તેમજ પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ કાર્યવાહીમાં સહકાર આપવા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રસ્ટી જીવરાજભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી અને દીકરી સોનલના મરણના જવાબદારોને નહીં છાવરવા ટ્રસ્ટી મંડળને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી દિકરીઓની સમસ્યાઓ વધતી જાય છે. ગતવર્ષે પણ સરકારી હેલ્થ વર્કરની પરીક્ષા પાસ કરનાર બે યુવતીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે નર્સિંગ સર્ટીફીકેટ યોગ્ય નથી કહીં ભરતી કરેલ નહીં, પરિવારની આશા અને દીકરીઓનાં ભવિષ્ય સામે નડતરરૂપ જાતિવાદી કીડીઓને ખતમ કરવા બાબતે આ દિકરીઓ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે લડી રહી છે.

આદિવાસી દીકરી સોનલને મોતને ઘાટ ઉતારવામાં આવી છે તે બાદ પણ હજુ જાતિવાદી કીડાઓ મસ્ત છે ત્યારે ગુજરાત ના ૧૮૨ ધારાસભ્યોના મોંમાં મગ ભરેલા છે એક પણ ધારાસભ્યે આ બાબતે હજુ સુધી અવાજ ઊઠાવ્યો નથી માટે હું રોમેલ સુતરિયા કહું છું ૧૮૨ ધારાસભ્યોએ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!