સોનગઢ તાલુકાના ઓટા રોડ પર રસ્તાઓ વચ્ચે આવેલા જૂના ગરનાળાની જગ્યાએ નવા ગરનાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક જગ્યાએ નવા ગરનાળા બનાવાય છે તો કેટલીક જગ્યાએ જૂના ગરનાળાને સમારકામ કરી વેઠ ઉતારવામાં આવી રહી છે.
કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લાં ત્રણ-ચાર મહિનાઓથી આ કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કામ પૂર્ણ ન કરતા વાહન ચાલકો પરેશાનીમાં મૂકાય ગયા છે. એક બાજૂ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને બીજી બાજુ ગરનાળાના અધૂરા કામથી વાહન ચાલકો હાલાકીમાં મૂકાય ગયા છે.
ચિમકુવા પાસે આવેલા ગરનાળાનું કામ અધૂરુ હોવાથી વાહન ચાલકોને રોડની સાઈટ પરથી જવાનો રસ્તો બનાવી આપવામાં આવ્યો છે. પરતુ આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વાહન ચાલકોની માંગ છે કે, ગરનાળુંનું કામ તાત્કાલિક ધોરણ પૂરું કરવામાં આવે જેથી ચોમાસામાં ગરનાળા પરથી સહી સલામત રીતે પસાર થઈ શકાય, જો કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપીથી કામ પુરું નહી કરવામાં આવે તો, આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની તે મોટો સવાલ છે