20 C
Ahmedabad
Friday, November 15, 2024

કાકડકૂવા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક વય નિવૃત્ત થતા ગ્રામજનોએ ભાવભરી વિદાઈ આપી


તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકૂવા પ્ર.ઉમરદા પ્રાથમિક શાળાના સાચા કર્મયોગી આચાર્ય અને શિક્ષક ગણપત બાલુ ચૌધરી ૩૭ વર્ષની સેવા બજાવી વય નિવૃત્ત થતા કાકડકૂવા ગામના બાળકો,વાલીઓ અને શાળા પરિવારે સંસ્મરણો યાદ કરી ભારે હૈયે અનોખી વિદાય આપી હતી. સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં સૌ પ્રથમ ડોસવાડા ગામે ૭ વર્ષ અને બાકીના ૩૦ વર્ષ કાકડકૂવા ગામમાં શિક્ષણની આહલેક જગાવી આદિવાસી સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ગણપતભાઈની કામગીરીને અધ્યક્ષ સ્થાનેથી ગામના આગેવાન અને તાલુકાના સભ્ય રાયસીંગભાઈએ બિરદાવી હતી.

ગણપતભાઈએ નોકરી દરમિયાન કરેલી કામગીરીનું વર્ણન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ઘરે જઈને વાલીઓને મળીને શાળાએ નિયમિત કરવા,ઉચ્ચ અભ્યાસ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પોતાની કોઠાસૂઝથી શિક્ષકો સાથે મળીને બાળકોને તૈયાર કર્યા, દર વર્ષે કાકડકૂવા પ્રાથમિક શાળાના ૪ થી ૫ બાળકો તાપીની પ્રખ્યાત એકલવ્ય મોડેલ શાળા,ખોડદા તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે. આજે કેટલાયે ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને કપડા,પુસ્તકો વિગેરે પુરા પાડી તૈયાર કર્યા, હાલમાં જ ધોરણ-૫ માં ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં કુલ ૧૪ બાળકો પૈકી ૧૩ બાળકો પાસ અને તે પૈકી ૨  બાળકોએ ૯૦ ઉપર અને ૫ વિદ્યાર્થીઓ ૮૦ ઉપર ગુણ મેળવી સારી શાળામાં પ્રવેશ માટે હકદાર બન્યા હતા.

શિક્ષણના આ સેવાયજ્ઞના ફલસ્વરૂપે કાકડકૂવા ગામના ૫ એન્જિનયર પૈકી એક વિદ્યાર્થી કચ્છ-અબડાસા ખાતે વીજ કું.માં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે  એક આહવા વિજ્ઞાન કોલેજમાં પ્રોફેસર અને એક વિદ્યાર્થીની વડનગર ખાતે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહી છે. અનેક વિદ્યાર્થીઓ એમ.એ.બી.એઙ, ૧ વિદ્યાર્થીની એમ.એસ.સી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે.હજુ ઘણાબધા વિદ્યાર્થીઓ એન્જિ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે. કાકડકૂવા ગામનું નામ રોશન કરવા કટીબધ્ધ છે.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
104SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!