37 C
Ahmedabad
Sunday, May 5, 2024

તાપી જિલ્લાના કુકરમુંડાના વિવિધ ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ભરતા ભારે હાલાકી


તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે તથા સાતપુડાના પર્વતીય પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે કેવડામોઇ, તુલસા તથા ગોરાસા ગામના કેટલાક ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સમાચાર મળતા તુરંત જ પ્રાંત અધિકારી નિઝર, મામલતદાર કુકરમુંડા, તાલુકા વિકાસ અધિકારી કુકરમુંડા તથા ડિઝાસ્ટર નાયબ મામલતદાર કુકરમુંડા દ્વારા ગામમાં મુલાકાત લઇ અસરગ્રસ્તોને નજીકના સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સાથે જ અસરગ્રસ્તોને રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ ઓછો થતા ગરનાળામાં ફસાયેલ તથા પર્વતીય પ્રદેશ તરફથી વહીને આવેલા કચરાનો જેસીબીથી નિકાલ કરાવવામાં  આવ્યો હતો. તેમજ ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી જતાં અસરગ્રસ્ત ગ્રામજનો પોતાના ઘરે પરત ફર્યા હતાં. નુકશાન થયેલી ઘરવખરીની સર્વેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તથા કેશડોલ ચુકવવાની કામગીરી પણ હાલ શરૂમાં આવી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!