પૂર અને ભારે વરસાદને કારણે એક વ્યક્તિના ઘરમાં પાણી ભરાઈ ગયા. તેનો બેડરૂમ પણ ડૂબી ગયો. તેને પલંગ પર બેસવાની ફરજ પડી. પરંતુ આવી સ્થિતિમાં તેણે ટાઈમપાસ માટે જે આઈડિયા ઘડ્યો હતો તે વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. મામલો ચીનના હુબેઈ પ્રાંતનો છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, બેડરૂમમાં પાણી ભરાયા પછી, વ્યક્તિ બેડ પર બેઠો હતો દરમ્યાન તેના રૂમમાં માછલી આવી જતા શખ્સ હૂક વડે માછલી પકડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જો કે, આ સમય દરમિયાન તેણે કોઈ માછલી પકડી ન હતી, પરંતુ જંતુઓ ચોક્કસપણે ફસાઈ ગયા હતા.
આ વ્યક્તિનું આ કૃત્ય તેની પત્નીએ કેમેરામાં રેકોર્ડ કર્યું હતું અને તેને ચીની સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હતું. પત્નીની અટક ડોંગ જણાવવામાં આવી છે. ડોંગે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે તે ઘરે હતો. એટલામાં પૂર આવ્યું અને અમે અટવાઈ ગયા.
ડોંગે કહ્યું કે અચાનક પૂર પછી તેના પતિને માછીમારી કરવાનો વિચાર આવ્યો. એણે બેડરૂમમાં ભરેલા પાણીમાં કાંટો નાખ્યો. તેને માછીમારીનો શોખ છે. પરંતુ અડધા કલાકથી વધુ સમય સુધી અનેક પ્રયાસો બાદ પણ તેને કોઈ માછલી મળી ન હતી. હા, કેટલાક જંતુઓ ચોક્કસપણે મળી આવ્યા હતા.