વસાવા દિનેશ આર
કેવડિયાના સરદાર સરોવર હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકસીટી કોર્પોરેશન લિમિટેડના નેજા હેઠળ ફિટવેલ કંટ્રક્શન કંપનીમાં કામ કરતા 273 કર્મચારીઓ છેલ્લા 1 મહિનાથી પોતાની માંગણીઓને લઇને હડતાળ પર હતા જેઓની દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત કરી હતી.
કર્મચારીઓની માંગણીઓ યોગ્ય હોય ધારાસભ્યએ મુખ્ય ઈજનેર (GSECL), શ્રમ અધિકારી નર્મદા,મેનેજર ફિટવેલ કન્ટ્રક્શન અને કર્મચારીઓના આગેવાનોને રૂબરૂમાં મિટિંગ કરીને સમજાવતા તમામ માંગણીઓને ગ્રાહ્ય રાખવામા આવી છે આમ એક મહિનાથી ચાલતી હડતાલનો સુખદ અંત આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.