38 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પોન્ઝી અને ચિટફંડ કૌભાંડના પીડિતોના ન્યાય માટે જીલ્લા કલેકટરને રજુઆત,ઉગ્ર આંદોલનના એંધાણ


સોમવારે એક અવાજ એક-મોર્ચા તેમજ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વલસાડ કલેકટર કચેરી પાસે એકત્રિત થયા હતા. જે સમયે એક અવાજ એક મોર્ચા લોક સંગઠનના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ હાજરી આપી હતી.વલસાડ જીલ્લામાં થયેલા પોન્ઝી અને ચિટફંડ કંપનીઓએ અસંખ્ય નાગરિકોની લુંટ કરી છે આ બાબતે રોમેલ સુતરિયા આદિવાસી આગેવાન એડ.જીમી પટેલ તેમજ પીડિત પરિવારોએ વલસાડ કલેકટરની મુલાકાત કરી‌ પોન્ઝી અને ચિટફંડ કંપનીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી મજબૂત બનાવવા હેતુ રજુઆત કરવામાં હતી. દરમ્યાન કલેક્ટર સાથે થયેલી વાતચીતમાં જીલ્લા કલેકટરે તૈયારીના ભાગરૂપે પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી જરૂરી ઉતર આપ્યા હતો. આવનાર દિવસોમાં કલેકટર વલસાડ તેમજ પોલીસ અધિક્ષક વલસાડ સાથે બેઠકનું આયોજન કરી વિવિધ કંપનીઓના રોકાણકારોની વિગતો સંગઠન દ્વારા એકત્ર કરવામાં આવી છે.

તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કૌભાંડીઓને જેલ ભેગા કરવા લડત ચલાવવામા આવશે. જીલ્લા કલેકટર દ્વારા સકારાત્મક અભિગમ સાથે સંવાદ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં પણ આ જ રીતે સકારાત્મક અભિગમથી જીલ્લા પ્રશાસનનો સહકાર મળશે તેમ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે જે નાગરિકોના નાણાં આ કંપનીઓ લુંટી ગયા છે તે નાગરિકો પોલીસ ફરિયાદ કરવા પોલીસ વિભાગનો તેમજ માર્ગદર્શન માટે એક આવાજ એક મોર્ચાના કાર્યકર મિત્રોનો સંપર્ક કરી શકે છે.

પ્રધાનમંત્રીને પત્રઃ-

મુલાકાત દરમિયાન એક અવાજ એક મોર્ચા દ્વારા કલેકટર વલસાડ મારફત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં એક અવાજ એક મોર્ચા દ્વારા સમગ્ર ગુજરાતમાં થયેલા પોન્ઝી ચિટફંડના કૌભાંડ બાબતે SITની રચના કરવા તેમજ ગુજરાત સરકારને પ્રધાનમંત્રી ના માર્ગદર્શન હેઠળ કોરપસ ફંડની જાહેરાત કરી નાના રોકાણકારોને તત્કાલ ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે.

મોટો આંદોલનના એંધાણઃ-

વલસાડ જીલ્લામાં એક અવાજ એક મોર્ચાના નેજા હેઠળ મોટી સંખ્યામાં નાગરિકો કલેકટર કચેરી પાસે એકત્રિત થતા આવનાર દરેક જીલ્લામાં પોન્ઝી અને ચિટફંડ કંપનીઓ સામે હજારોની સંખ્યામાં નાગરિકો બહાર આવવા ઉત્સુક હોવાનો સ્પષ્ટ સંદેશ મળે છે.વરસાદમાં પણ વિવિધ વિસ્તારોમાંથી લોકો કલેકટર કચેરી પાસે પહોંચી પોતાનો આવાજ સરકાર સુધી પહોંચાડવા મથામણ કરી રહ્યા છે. ત્યારે એક મજબૂત સંગઠન વલસાડ જીલ્લામાં ઊભું થયું હોવાની ચર્ચાએ જીલ્લામાં જોર પકડ્યું છે. હવે જોવાનું રહ્યું કે જીલ્લા પ્રશાસન તેમજ સરકાર વિવિધ કંપનીઓ ના પીડિત નાગરિકો ને કેટલો ઝડપી ન્યાય આપે છે કે વલસાડ જીલ્લામાં આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!