31 C
Ahmedabad
Tuesday, June 25, 2024

ભાજપ Vs ભાજપ ની નીતિ સાથે આદિવાસી વિસ્તારોમાં INDIA અલાયન્સ ખત્મ કરવાનું અભિયાન


આદિવાસી આંદોલનો અને આદિવાસી વિસ્તારોમાં વિપક્ષ ખત્મ કરી કોંગ્રેસ , AAP , BTP તેમજ સામાજીક સંગઠનોના આગેવાનો નો કઠપુતળીની જેમ ઉપયોગ કરતી ભાજપ દિવસે ને દિવસે ભાજપ આદિવાસી વિસ્તારોમાં મજબૂત થતી હોય તેમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.જેનો દાખલો આદિવાસી વિસ્તારમાં ૨૦૨૨ ની વિધાનસભામાં ભાજપનો પ્રભાવ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઊપર પણ તે કક્ષાએ હતો કે વિધાનસભા ઉમેદવારો પણ તેવા મુકવામાં આવતા જે ભાજપની આ રણનિતી મુજબ ભાજપ અથવા તેના નેતાઓ પ્રત્યે કુણી લાગણી રાખતા હોય. પરિણામ દક્ષિણ ગુજરાતમાં ભાજપ સહુથી વધુ બેઠકો સાથે સરકાર બનાવી.એક સમયે ભાજપ આંદોલન કરનારા જે નેતાઓને પાસા જેવી કલમો હેઠળ જેલ ભેગી કરતી તેવા આગેવાનોને સામાજીક , આર્થિક , રાજકીય રીતે મજબૂત બનાવવા છુટો દોર આપવા લાગી છે. તેમની આગેવાની સિવાય આંદોલન થાય તો પ્રશાસન , સરકાર આગેવાનોને જેલભેગા કરે જ્યારે આવા આગેવાનો ઊપર આંદોલનો દરમિયાન દેખાડા પુરતી ફરિયાદો થાય તેમ છતાં ધરપકડ સુદ્ધાં પોલીસ કરતી ના હોવાની વિગતો જાણવા મળતી હોય છે જે ભાજપ વિરુદ્ધ ભાજપની નીતિથી ભાજપને સહુથી વધુ ફાયદો થઈ રહ્યું હોવાનું નરી આંખે જોઈ શકાય છે.

રાજકીય પક્ષો હંમેશા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સજા આપતા હોય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ તાપી જીલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ જે સરકારની નીતિઓ , નિર્ણયો સામે ભાજપમાં જ રહી ઈનામમાં તાલુકા જીલ્લા કક્ષાએ ચુંટણીઓ લડી જીતી પોતાના મળતિયાઓને સરકારી કામો કોન્ટ્રાક્ટ આપી અપાવી ભાજપમાં રહેવા છતાં સામાજીક , આર્થિક , રાજકીય રીતે આદિવાસી આગેવાન હોવાનો મુખોટો પહેરી આંદોલન કરે તેમને ભારતીય જનતા પાર્ટી ખુલ્લો દોર આપી ઈનામ આપતું જોવા મળે છે.જે નીતિ સામે વિપક્ષ નું ગઠબંધન INDIA તરીકે તો થયું તેમ છતાં INDIA ના ગઠબંધન માં રહેલા આદિવાસી આગેવાનો લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની પહેલાં પણ NDA ભાજપના નેતાઓ અને ભાજપના સંગઠનો સાથે આંદોલન કરતા જોવા મળે છે જેના રાજકીય દ્રષ્ટિએ બે તારણ નીકળે એક કે આદિવાસી વિસ્તારમાં ભાજપાના આગેવાનો ભાજપના અલાયન્સ NDA વિરુદ્ધ જઈ INDIA ગઠબંધન તરફ આગળ વધી રહ્યા છે કે પછી ભાજપ જાતે જ આવી નીતિ સાથે INDIA માં રહેલા પક્ષો ને નિયંત્રણમાં રાખવાની નીતિ અપનાવી ચુકી છે જેની અસર ગ્રાઉન્ડ ઝીરો ઊપર ભાજપ vs ભાજપ થકી સ્પષ્ટ જોવા મળે છે.

આદિવાસીઓ ના જંગલ જમીન નો મુદ્દો હોય , વેદાંતા કંપની સામેનું આંદોલન હોય કે સુમુલ ડેરી સામે નું આંદોલન કે કોઈ પણ આદિવાસી ઘટના તાજેતરમાં તાપી જીલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ ના ખાનગીકરણ નો મુદ્દો જોર પકડે તે પહેલાં જ ભાજપ vs ભાજપની નીતિ સાથે દરેક મુદ્દે આદિવાસી સમાજના‌ સંગઠનો તેમજ કોંગ્રેસ , આમ આદમી પાર્ટી , ભારતીય ટ્રાઈબલ પાર્ટીના આગેવાનોને કઠપુતળી તરીકે ઉપયોગ કરવાના ઈરાદે ભાજપ દ્વારા સમગ્ર આંદોલન નો દોરી સંચાર પોતાના હાથમાં લેવાની નીતિ અપનાવી લેવામાં આવી. ભાજપના નેતાઓ સાથે વિવિધ પક્ષના આગેવાનો સરકાર ના નિર્ણયો વિરોધ કરવા પહોંચ્યા સાથે જ પત્રકાર પરિષદ આયોજીત કરી ભાજપ સરકાર ના વ્યારા સરકારી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મામલે નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ આદિવાસી અધિકાર દિવસ ના દિવસે ભાજપના આગેવાન દ્વારા સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી દીધી અલબત ચટ ભી મેરી પટ ભી મેરી આંદોલન થાય તો પણ સંપૂર્ણ પણે ભાજપના નિયંત્રણ માં રહે જેથી સરકાર તેને ધારે તે દિશા આપી દેશે બની શકે આ લેખ જાહેર થયા પછી આવા આગેવાનો ભાજપમાં થઈ રાજીનામાં આપે અથવા પોતાને આંદોલન થી દુર રાખે કે ભાજપ તેમના સામે કાર્યવાહી કરવાનો ડોળ કરે અથવા ભાજપ સિવાયના પક્ષના આગેવાનો , સામાજીક સંગઠનો જે ઈનડાયરેકલી કઠપુતળી બની ચુક્યા છે તેમના માધ્યમ થી ભાજપના આગેવાનો નો વિરોધ કરવાની જગ્યાએ જાહેર સમર્થન કરતા જોવા મળે.

અંતે વિપક્ષી રાજકીય પક્ષો ના ગઠબંધન INDIA ની મહત્વતા અને પ્રભાવ લોકસભાની ચુંટણીમાં ના પડે અને NDA દસ કદમ આગેની નીતિ સાથે ભાજપ vs ભાજપના અભિયાનમાં સહયોગી વિપક્ષી આગેવાનો ચુંટણી લડી શકે તેમ તખ્તો તૈયાર કરવામાં આવશે.હવે જોવાનું તે રહે છે કે ગઠબંધન કરનારા પક્ષો ગ્રાઉન્ડ ઝીરો ઊપર ભાજપની પકડથી પોતાના નેતાઓને બહાર કાઢવામાં સફળ થશે કે ૨૦૨૪ માં ફરી વિપક્ષી એકતાનો સંદેશ માત્ર રાજકીય પક્ષો ના મોટા નેતાઓની એકતા સુધી સીમિત રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!