તાપી જિલ્લાના વ્યારા તાડકુવા વિસ્તારમાં ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા પદવીદાન સમાહરોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજયમંત્રી કુંવરજી હળપતિના, DHO પાઉલ વસાવાના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના નિમંત્રક સંસ્થાના પ્રાદેશિક નિયામક પી.આઈ.મલીક દ્વારા ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે નિવૃત્ત IAS અને ડાયરેક્ટર જનરલ ડોકટર જયરાજ ફાટક અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ રવિ રંજન ગુરૂ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી સૌ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ કેવી રીતે વધુ તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.