24 C
Ahmedabad
Saturday, December 7, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

વ્યારા નગરપાલિકામાં વેરા વધારા વિરુદ્ધ પોસ્ટર વોરનું કડવું સત્ય શું ?


વ્યારા નગરપાલિકા સત્તાધિશો દુધના ધોયેલા છે તો ચાલો ACB અધિકારી , પોલીસ વિભાગ તેમજ રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં વ્યારા નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે તપાસ પંચ બનાવી કાર્યવાહી કરવા જાહેર પડકાર સ્વીકાર કરે રાહ જુઓ હજુ બીજી ઘણી વિગતો જાહેર થશે, આ કાગળના ટુકડા તમારી સત્તાના પાયા હચમચાવી નાંખશે તે યાદ રાખજો તમારી વ્યારાના સત્તાધિશોની કાળી ભ્રષ્ટાચારી નીતિઓ સામે આ એક જન આક્રોશ છે.

ACB અને RCM અને અન્ય વિભાગો કાર્યવાહી કરશે ત્યારે સ્પષ્ટતા આપજો ભ્રષ્ટાચાર કરવા વ્યારા નગરપાલિકાની પ્રજા વિરુદ્ધ જઈને અમે વેરા વધારો કર્યો છે.

શું છે સમગ્ર કાળા કૌભાંડનો કાળો કારોબારઃ-

તાપી જીલ્લાના વ્યારા શહેરમાં જાહેર થયેલી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જાગૃત નાગરિકોએ મેળવેલી વિગતો સાથેની પત્રિકા અને પોસ્ટર વ્યારામાં થયેલા વેરા વધારા અને લાખોના લાઈટબિલ પણ ના ભરી શકનાર વ્યારા નગરપાલિકાના સત્તાધીશોની નીતિઓ ઉજાગર કરવા વ્યારા નગર સંઘર્ષ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે. વેરા વધારા વિરુદ્ધ વ્યારા સંઘર્ષ સમિતિ દ્વારા સતત લોકહિતમાં લડત આપી હતી તેમજ સફળ રીતે વ્યારા બંધનું આહ્વાન આપેલું જેને નાગરિકો એ સંપૂર્ણ સમર્થન આપેલ હતું.

નગરની પ્રજાના વેરાના નાણાં કેવી રીતે વેડફાઈ રહ્યા છે તેના નમુના રૂપે પ્રથમ માહિતી જાહેર કરવામાં આવી છે જેની વિવિધ સરકારી વિભાગોમાં જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. પ્રથમ પોસ્ટરમાં વ્યારા નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડ રિનોવેશન ના નામે દુકાનો બનાવી અને પૈસાનો બગાડ જે ST નિગમ (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) ની માલિકી ની જગ્યા છે તેમાં કર્યો છે જેનો ખુલાસો સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા પણ કરવાનો રહે છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની માલિકીનું જુનું બસ સ્ટેશનનું રિનોવેશન વ્યારા નગરપાલિકા પોતાની માલિકીનું કેવી રીતે બતાવી રહ્યું છે?

બીજા પોસ્ટર માં જાહેર વિગતો મુજબ મ્યુનિસિપાલિટી એક્ટ સેક્શન ૩૮/૨/ગ નો સ્પષ્ટ ઉલ્લેખ છે જે બાબતે Regional Municipality Commissioner (RCM) દ્વારા કાર્યવાહી કરવાની રહે છે કે કોઈ સત્તાધીશો પોતાના લોહીના સંબંધ વાળી વ્યક્તિ ને ટેન્ડર કે વ્યવસાયિક હિત હોય તેમ અપોઈમેન્ટ કરે તે મ્યુનિસિપાલિટીઝ એક્ટ સેક્શન ૩૮/૨/ગ હેઠળ ગુનો બને છે ત્યારે પુર્વ નગરપાલિકા ના વકીલ જે પછી કારોબારી અધ્યક્ષ બન્યા તેમણે પોતાના સગાભાઇની નગરપાલિકા પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરી આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર કરેલ છે સાથે જ કારોબારી અધ્યક્ષ દ્વારા કારોબારી અધ્યક્ષ બની ગયા પછી પેનલ એડવોકેટ તરીકેના બિલો પાસ કરાવેલા છે આ બાબતે RCM તેમજ ACB એ સીધી તપાસ કરવી જોઈએ તેમ વ્યારા સંઘર્ષ સમિતિ માને છે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા ACB , RCM , PMO સુધી ફરિયાદ કરી છે. આ બાબતે ભ્રષ્ટાચારીઓને નાથવા કાયદેસર તપાસ અને કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે.

અલબત વ્યારા નગરના રહીશોના વિરોધ છતાં આવી રીતે ભ્રષ્ટાચાર આચરી નાણાં વેડફવાની નીતિઓ અપનાવી વેરા વધારો કરનારા વેરો પાછો લે તેવી લોક માગણી છે . આ શરુઆત છે હજુ બીજા અનેક માધ્યમો થકી નગરપાલિકા ના ભ્રષ્ટાચાર ના પર્દાફાશ જાહેરમાં કરવામાં આવશે…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!