28 C
Ahmedabad
Wednesday, May 1, 2024

ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં પ્રાર્થનાખંડનું રિનોવેશન કરાયું


ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી માં પ્રાર્થનાખંડનું રિનોવેશન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત એલાયન્સ ક્લબ ઓફ સુરત સેવન સ્ટાર આયોજિત, “સેવન સ્ટાર હોલ” બોરખડીનો ઉદ્ઘાટન સમારંભ તથા જનરલ મીટીંગનું આયોજન તા. 20. 8 .23 ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં આ હોલનું ઉદ્ઘાટન એલાયન્સ કલબનાં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડો તૃપ્તા કૌર જુનેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  અતિથિ વિશેષ તરીકે ઇન્ટરનેશનલ ચીફ કોઓર્ડીનેટર ડો. મનમિત સિંઘ , ડીસ્ટ્રીકટ ગવર્નર યોગેશભાઈ શાહ પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ભુપેન્દ્રભાઈ ચાહવાલા, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના જનરલ મેનેજર એન્જિનિયર સત્યપ્રકાશ જા ,આ ઉપરાંત ગ્રામ સેવા સમાજ વ્યારાના પ્રમુખ અમરસિંહભાઈ ચૌધરી અને અન્ય એલાય સભ્યો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત અધ્યાપન મંદિરની બહેનોએ પ્રાર્થના દ્વારા કરી. મિટિંગ શરૂ કરવાના આદેશ દિનેશભાઈ ચૌધરી, પ્રમુખ સેવન સ્ટાર સુરત તરફથી કરવામાં આવ્યો. પ્રતિજ્ઞાનું વાંચન એલાય અશોકભાઈ અખાણી દ્વારા કરવામાં આવ્યું.

મહેમાનોનું સ્વાગત પ્રવચન દિનેશભાઈ ચૌધરી એ પોતાના હૃદયથી કર્યું. સર્વે મહેમાનોનું સ્વાગત welcome કાર્ડ અને ફૂલ દ્વારા કરવામાં આવ્યું. સંસ્થા વિશેની માહિતી આચાર્યશ્રી  સંગીતાબેન દેસાઈએ આપી હતી અને સંસ્થામાં વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિ ની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત સુરત સેવન સ્ટાર તરફથી મળેલ મદદ અને કરેલ પ્રવૃત્તિની સર્વ વિગત મહેમાનોને આપી હતી. મહેમાન શ્રી ઓનો પરિચય ડો બીમલેશબેન તેવટીયા મેડમે આપ્યો હતો. ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડો.  તૃપ્તા કૌરનું મનનીય પ્રવચન ખૂબ અસરકારક રહ્યું. એમના તરફથી પણ સંસ્થાને યોગ્ય મદદ કરવામાં આવી .ડિસ્ટ્રીક ગવર્નર યોગેશભાઈનું પણ પ્રવચન હૃદય સ્પર્શી હતું . ઇન્ટરનેશનલ ચીફ કો-ઓર્ડીનેટર ડો.મનમિત સિંઘએ  બહેનોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. આ ઉપરાંત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના જનરલ મેનેજર એન્જિનિયર સત્યપ્રકાશ જી એ બહેનોને શિક્ષણને લગતી જરૂરી હોય એવી સર્વ આર્થિક મદદ કરવા માટેની હાકલ કરી. કોઈપણ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચે તમે મને જણાવશો તો, હું તમને જરૂરિયાત પૂરી પાડીશ એવો વિશ્વાસ આપ્યો હતો. પાસ્ટ ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ભુપેન્દ્રભાઈ ચાહવાળાનું પ્રવચન સાંભળવાની ખૂબ મજા આવી. ખૂબ જાણવા મળ્યું ,બહેનોને પ્રોત્સાહિત કર્યા .આ ઉપરાંત અધ્યાપન મંદિરની બહેનોએ એક આદિવાસી નૃત્ય કર્યું. સૌને એ ખૂબ ગમ્યું.

આ કાર્યક્રમની સાથે સાથે 53 તાલીમાર્થી બહેનોને બે જોડી ગણવેશ આપવામાં આવ્યાં . આ પ્રસંગે આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને અધ્યાપન મંદિરના તમામ વિદ્યાર્થીઓને માટે 500નંગ અમૂલ જોમ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હોલના રીનોવેશન માટે પાંચ લાખ જેટલો ખર્ચ થયો છે. તે તમામ ખર્ચ એલાયન્સ કલબ સેવન સ્ટાર 141 સુરત તરફથી કરવામાં આવ્યો હતો. આચાર્ય શ્રી એ સર્વે દાતાઓનું સન્માન કરી આભારની લાગણી વ્યકત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ડોનેશન મેળવી હોલના રિનોવેશન નું કાર્ય સારી રીતે પાર પાડવા ઝોન એલાય જયંતીભાઈ પ્રજાપતિ તથા કલબ નાં સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!