ફ્યુચર્સ માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સૌ પ્રથમ, જો આપણે સોનાની વાત કરીએ, તો ગુરૂવારે શરૂઆતમાં 59,315 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. આ પછી, તેની કિંમતમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં 337 રૂપિયા અથવા 0.57 ટકાના ઘટાડા સાથે 59,068 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ગઈકાલની વાત કરીએ તો MCX પર સોનું 59,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
સોના સિવાય ગુરુવારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીના ભાવ ઘટાડા સાથે રૂ.72,970 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા હતા. આ પછી, ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે અને તે ગઈકાલની સરખામણીમાં 1 ટકા એટલે કે 730 રૂપિયા ઘટીને 72,500 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે ચાંદી 73,230 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી.