ભાવનગર-તળાજા હાઈવેના કોબડી ટોલ નાકા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ ભગુભાઈ કામળીયાનું ઘટના સ્થળે મોત થયું હતું.
ગમખ્વાર અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોનું ટોળું રોડ પર એકઠા થઈ જતા લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે કનુભાઈના મૃતદેહને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.