35 C
Ahmedabad
Tuesday, April 30, 2024

નસવાડીના ખોડીયા ગામે થયેલા અકસ્માતમાં આરોપીની અટકાયત બાદ છોડી મૂકતા આદિવાસી સમાજમાં રોષ, નસવાડી પોલીસની બેદરકારી કે, સેટિંગ !


નસવાડીના તાલુકાના ખોડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચલાકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ નસવાડી પોલીસને થતાં નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી હતી.

પરંતુ નસવાડી પોલીસે અટકાયત કરેલા કાર ચાલકને પોલીસ સ્ટેશનમાં VIP સુવિધાઓ આપીને લોકઅપમાં ન મુકાતા આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતો. જ્યારે સ્થાનિકો દ્વારા પોલીસ સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પોલીસે યોગ્ય જવાબ આપ્યો ન હતો.

સ્થાનિકો દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીની અટકાયત વિશેની વાત કરતા પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બનાવની જાણ સ્થાનિકોને થતાં ગામજનોમાં રોષ જોવા મળે છે.

નસવાડી પોલીસની બેદરકારી કે સેટિંગ ?

નર્મદાની મુખ્ય કેનાલ પાસે કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. તો બીજી તરફ નસવાડી પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત  કર્યાં બાદ ગણતરીના કલાકોમાં છોડી દેવામાં આવતા નસવાડી પોલીસ સામે સ્થાનિક લોકો અનેક સવાલ કરી રહ્યા છે. પરંતુ નસવાડી પોલીસ આ મામલે કોઈ જવાબ આપવા તૈયાર નથી.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!