34 C
Ahmedabad
Sunday, May 5, 2024

EXCLUSIVE: BJPમાં એક જ ઝાટકે 8 હોદ્દેદારોના રાજીનામાં,કુલ 13 લોકોએ BJPને અલવિદા કહ્યું, ગાંધીનગર સુધી પડ્યાં પડઘા


ડાંગ જીલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે દશરથ પવારના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. દશરથ પવારે બે દિવસ પહેલા જ જીલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે એક સાથે 8 હોદ્દેદારોનાં રાજીનામાથી જીલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડાંગ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 13 લોકોનાં રાજીનામાં પડ્યા છે.

મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારુઃ દશરથ પવાર

ડાંગ જિલ્લાનાં આઠ હોદ્દેદારોએ એક સાથે રાજીનામુ આપી દેતા જિલ્લામાં રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં કુલ 13 લોકોનાં રાજીનામા પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામા બાદ દશરથ પવારે કહ્યું. છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હતો. અને આખરે મે રાજીનામું આપવાનું જ યોગ્ય સમજ્યું. મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારું.

કોણે કોણે રાજીનામા આપ્યાઃ-

ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષા પટેલ

ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ ડી.વળવી

ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રાહુલ બચ્છાવ

ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન જી.પટેલ

ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ તુષાર આર. ખરે

આહવા તાલુકા અનુસૂચિતજાતી મોરચાના પ્રમુખ હેમંત આર. ખરે

આહવા તાલુકા લઘુમતી મોરચા ના મહામંત્રી આમીન એમ. શાહ

વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજય પાટીલ એ આપ્યું રાજીનામુ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!