ભાવનગર જિલ્લાના મહુવા ગામ ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના થાંભલા ઉપર લાગેલા ટીસીની પેટીના દરવાજા ખુલ્લા જોવા મળ્યો હતો. જ્યારે અમુક જગ્યાએ તો દરવાજા નથી તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગંભીર લાપરવાહીના કારણે એક ગાયને કરંટ લાગતા મોત થયું હતું.
જ્યારે થાંભલાની આજુબાજુથી પસાર થતા લોકોનો જીવ જોખમમાં હોય પરંતુ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને કાંઈ પડી જ ન હોય અને બીજી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.